શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.

સમય... ગતિ, પ્રગતિ અને પરિવર્તન એ સૃષ્ટીનો નિયમ છે. જેમાં સમગ્ર જગત એ નિયમોને બંધન કર્તા રહ્યો છે અને પ્રાચીનકાળથી એના સૂચિત પુરાવાઓ આપણી નજર સમક્ષ જોતા આવ્યા છીએ. પરિવર્તન જગતમાં દરેક ક્ષેત્રોમાં જેવા કે સામાજીક શૈક્ષણિક, વ્યવસાયિક જેવા ક્ષેત્રોમાં પરિવર્તન થઇ રહ્યું છે જેમાં ખાસ કરીને મનુષ્ય કેન્દ્ર સ્થાને રહ્યું છે. જેમ કહેવાય છે કે, “મનુષ્ય એ સામાજીક પ્રાણી છે” એ સમાજનું એક અભિન્ન અંગ છે. સમાજમાં રહેતો દરેક મનુષ્યના રીત રીવાજો,રહેણી – કરણી તથા રીત ભાત વગેરે સમયે સમયે બદલાતા રહ્યા છે.હવે જોવાનું એ રહે છે કે મનુષ્યને જ તેની ઓળખ તેનો સમાજ આપે છે. ભલે સમયાંતરે બધું બદલાતું રહે છે.

દેશના એક ખૂણામાં વસેલી આપણી આ મહાન જ્ઞાતિની ગૌરવ ગાથા અનેરી છે. જ્ઞાતિને હંમેશા ગંગાના પ્રવાહ સાથે સરખાવાતી હોય છે. જ્ઞાતિ આપણને એક ઓળખ આપે છે, આપણી જેવા જ, સમાન વિચારો, સમાન ઇતિહાસ, સમાન ગુણો અને સમાન સમસ્યાઓ ધરાવતા, આપણા પોતિકા લોકોનો એકરૂપ સમૂહ એટલે આપણી આ જ્ઞાતિ.

જ્ઞાતિ એટલે પ્રાચીન પરંપરા, સદીઓના ઇતિહાસ અને ગરવાઈની ગાથા. એ પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરતી આ વેબસાઈટ અત્યંત ઉપયોગી નીવડે તેવું છે. આપણી જ્ઞાતિની વેબસાઈટથી ઘણાં ફાયદા થવાના છે. અહીં પ્રસ્તુત છે આ વિચાર અને તેના પરિણામે થનારા લાભનો એક ચિતાર. આશા જ નહીં પૂર્ણ શ્રધ્ધા છે કે આપને અમારો આ નમ્ર પ્રયાસ પસંદ પડશે. આ વેબ સાઈટ દ્વારા આપણો સમૃદ્ધ ઇતિહાસ ઉજાગર થશે અને નવી પેઢીને આપણી પ્રણાલીકાઓ, આપણા ગૌરવ અને ભવ્ય વારસાનો સાચો અને પૂર્ણ પરિચય મળશે.

Read More

શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનો ઈતિહાસ

શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવ, શીખ ધર્મના દસમાં ગુરુ ગોવિંદસિંઘ, સિંધી સંત સ્વામી લીલા શાહ, દેશના રાજકીય આગેવાનો રામ મનોહર લોહિયા, ગુલઝારીલાલ નંદા (પૂર્વ પ્રધાનમંત્રી), લાલજી ટંડન, આર.કે.ધવન, જાણીતા કલાકાર સમીર ખખ્ખર, અનુપ જલોટા, પત્રકાર નીરુ દેસાઈ, રતિલાલ જોગી, લેખક મુલ્કરાજ આનંદ, ગુલશન નંદા, ચંદ્રકાન્તાના સર્જક દેવકીનંદન ખત્રી, જાણીતા કવિ બળવંતરાય ઠાકોર(બ.ક.ઠાકોર), પ્રિયકાંત મણિયાર ચિત્રકાર કનુ દેસાઈ, હિરાલાલ ખત્રી, કાર્ટૂનીસ્ટ ચકોર આપણા દેશના જાણીતા આ નામો બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના છે.

સિને જગતના મહાન કલાકાર પૃથવીરાજ કપૂર, રાજકપૂર, સમ્મીકપુર, શશીકપૂર, અનિલકપુ, જીતેન્દ્ર, દેવઆનંદ,વિનોદ ખન્ના, રાજેશ ખન્ના, ઓમપુરી, કબીર બેદી, ગોવિંદા, જાણીતી અભિનેત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર, રવિના ટંડન, ગાયક કલાકાર કુંદનલાલ સાયગલ, મહેન્દ્ર કપૂર. આપણા દેશના જાણીતા આ નામો બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના છે. ભારતભરમાં પથરાયેલા આ જ્ઞાતિ સામાન્ય રીતે ખત્રી જ્ઞાતિ તરીકે જ ઓળખાય છે.

Read More

પ્રસંગોની માહિતી અને સમાચાર
Our Parivar Want to Say Something