Feedback
|
Give your Feedback Close
  • Name :
  • Address :
  • Email ID :
  • Mobile No :
  • Message :
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય(હિન્દુ ખત્રી) જ્ઞાતિ પરિવાર સમય... ગતિ, પ્રગતિ અને પરિવર્તન એ સૃષ્ટીનો નિયમ છે. જેમાં સમગ્ર જગત એ નિયમોને બંધન કર્તા રહ્યો છે અને પ્રાચીનકાળથી એના સૂચિત પુરાવાઓ આપણી નજર સમક્ષ જોતા આવ્યા છીએ. પરિવર્તન જગતમાં દરેક ક્ષેત્રોમાં જેવા કે સામાજીક શૈક્ષણિક, વ્યવસાયિક જેવા ક્ષેત્રોમાં પરિવર્તન થઇ રહ્યું છે જેમાં ખાસ કરીને મનુષ્ય કેન્દ્ર સ્થાને રહ્યું છે. જેમ કહેવાય છે કે, “મનુષ્ય એ સામાજીક પ્રાણી છે” એ સમાજનું એક અભિન્ન અંગ છે. સમાજમાં રહેતો દરેક મનુષ્યના રીત રીવાજો,રહેણી – કરણી તથા રીત ભાત વગેરે સમયે સમયે બદલાતા રહ્યા છે.હવે જોવાનું એ રહે છે કે મનુષ્યને જ તેની ઓળખ તેનો સમાજ આપે છે. ભલે સમયાંતરે બધું બદલાતું રહે છે. વિશેષ...
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર વિષે
પ્રસંગોની માહિતી
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય(હિન્દુ ખત્રી) જ્ઞાતિ પરિવાર દેશના એક ખૂણામાં વસેલી આપણી આ મહાન જ્ઞાતિની ગૌરવ ગાથા અનેરી છે. જ્ઞાતિને હંમેશા ગંગાના પ્રવાહ સાથે સરખાવાતી હોય છે. જ્ઞાતિ આપણને એક ઓળખ આપે છે, આપણી જેવા જ, સમાન વિચારો, સમાન ઇતિહાસ, સમાન ગુણો અને સમાન સમસ્યાઓ ધરાવતા, આપણા પોતિકા લોકોનો એકરૂપ સમૂહ એટલે આપણી આ જ્ઞાતિ.
જ્ઞાતિ એટલે પ્રાચીન પરંપરા, સદીઓના ઇતિહાસ અને ગરવાઈની ગાથા. એ પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરતી આ વેબસાઈટ અત્યંત ઉપયોગી નીવડે તેવું છે. આપણી જ્ઞાતિની વેબસાઈટથી ઘણાં ફાયદા થવાના છે. અહીં પ્રસ્તુત છે આ વિચાર અને તેના પરિણામે થનારા લાભનો એક ચિતાર. આશા જ નહીં પૂર્ણ શ્રધ્ધા છે કે આપને અમારો આ નમ્ર પ્રયાસ પસંદ પડશે. આ વેબ સાઈટ દ્વારા આપણો સમૃદ્ધ ઇતિહાસ ઉજાગર થશે અને નવી પેઢીને આપણી પ્રણાલીકાઓ, આપણા ગૌરવ અને ભવ્ય વારસાનો સાચો અને પૂર્ણ પરિચય મળશે. વિશેષ...
શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનો ઈતિહાસ
તાજા સમાચાર
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય માકપટ (છન્ના) નવયુવક મંડળ દ્વારા આયોજીત ચતૃઁથ સ્નેહમિલન
વિશેષ...
ભુજમાં બ્રહ્મક્ષત્રિય યુવક મંડળની સુવર્ણ  જયતીની ઉજવણી : વિવિધ કાર્યક્રમ યોજાયા
વિશેષ...
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ -માંડવી(કચ્છ) દ્વારા આયોજીત નવા વર્ષ નું સ્નેહમિલન કાર્યક્રમ
વિશેષ...
ભુજ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ
વિશેષ...
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય મિત્રમંડળ માંડવી -સરસ્વતી સન્માન કાર્યક્રમ 
વિશેષ...
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય(હિન્દુ ખત્રી) જ્ઞાતિ પરિવાર શીખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવ, શીખ ધર્મના દસમાં ગુરુ ગોવિંદસિંઘ, સિંધી સંત સ્વામી લીલા શાહ, દેશના રાજકીય આગેવાનો રામ મનોહર લોહિયા, ગુલઝારીલાલ નંદા (પૂર્વ પ્રધાનમંત્રી), લાલજી ટંડન, આર.કે.ધવન, જાણીતા કલાકાર સમીર ખખ્ખર, અનુપ જલોટા, પત્રકાર નીરુ દેસાઈ, રતિલાલ જોગી, લેખક મુલ્કરાજ આનંદ, ગુલશન નંદા, ચંદ્રકાન્તાના સર્જક દેવકીનંદન ખત્રી, જાણીતા કવિ બળવંતરાય ઠાકોર(બ.ક.ઠાકોર), પ્રિયકાંત મણિયાર ચિત્રકાર કનુ દેસાઈ, હિરાલાલ ખત્રી, કાર્ટૂનીસ્ટ ચકોર, સિને જગતના મહાન કલાકાર પૃથવીરાજ કપૂર, રાજકપૂર, સમ્મીકપુર, શશીકપૂર, અનિલકપુ, જીતેન્દ્ર, દેવઆનંદ,વિનોદ ખન્ના, રાજેશ ખન્ના, ઓમપુરી, કબીર બેદી, ગોવિંદા, જાણીતી અભિનેત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર, રવિના ટંડન, ગાયક કલાકાર કુંદનલાલ સાયગલ, મહેન્દ્ર કપૂર. આપણા દેશના જાણીતા આ નામો બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના છે. ભારતભરમાં પથરાયેલા આ જ્ઞાતિ સામાન્ય રીતે ખત્રી જ્ઞાતિ તરીકે જ ઓળખાય છે. વિશેષ...
testimonials

Visitors :

0024980
  • આપણી પોતીકી વેબસાઈટ જોઈ ખુબ જ આનંદની લાગણી સાથે સમય સાથે કદમ મિલાવતાનો આનંદ મળ્યો... મુખ પૃષ્ઠ એકદમ સુંદર અને સરસ રીતે ડીઝાઇન કરેલ છે. આપણી જ્ઞાતિનાં ઈતિહાસની જાણકારી અહી પ્રસ્તુત કરી છે જે અભિનંદનને પાત્ર છે. સાથે સાથે ૧૮ વર્ષ બાદ આપણા કચ્છ ક્ષેત્ર પૂરતા માહિતી એકત્ર કરી ને ઓનલાઈન આપનો પરિચયની માહિતી વિગતે આપવામાં આવી છે એના માટે આપીએ તેટલા અભિનંદન ઓછા પડે. આ ભગીરથ કાર્ય કરવા બદલ શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર ને હાર્દિક અભિનંદન. કિશોર લીયા (ભુજ)
  • આજના ઈ-યુગ સાથે આપણી જ્ઞાતિ એ કદમ સાથે કદમ મિલાવીને આ યુગની સાથે ચાલવા ની શરૂઆત કરી ચુકી છે આ વેબસાઈટ થી આપણો સમાજ વધુ ને વધુ નજીક આવશે ......ખુબ ખુબ ધન્યવાદ મનીષ લીયા (માંડવી)
  • શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવારની વેબસાઈટ લોચીંગ કરવા બદલ હું સુખદેવ મચ્છર આપશ્રીને તેમજ આપની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આજનું યુગ કોમ્યુટર યુગ થઇ ગયું છે આવા કોમ્યુટર યુગમાં આપણું સમાજ જોડાયું જેઠી અનહદ ખુશી થઇ. આપની વેબસાઈટની ડીઝાઇન, આપણું ઈતિહાસ, આપણા સમાજના રીત રીવાજો, આપણા સમાજના પ્રોગ્રામના ફોટો, આપણા સમાજની જાહેરાતો જે બધું અમારી કલ્પનાથી પણ અતિ સુંદર બનાવેલ છે. સુખદેવ મચ્છર (ભુજ)
  • સવૅ જ્ઞાતિજનોને મારા જય હિંગલાજ...... આજના આધુનિક યુગમાં ઇનટરનેટ એક અનિવાયૅ જરૂરિયાત છે. આ જરૂરિયાત સાથે આપણી જ્ઞાતિએ કદમ મિલાયો જેથી ખુબ ગવૅની લાગણી થાય છે. આ વેબસાઇટ થકી આપણી જ્ઞાતિવિશેની જરૂરી માહિતી એક કલિક કરતા મેળવી શકાય છે અને જ્ઞાતિ સાથેનો જોડાણ વધુ મજબુત બને છે. આ વેબસાઇટ બનાવનાર અને મદદ કરનાર સવૅ કાયૅકરોને ખુબ ખુબ અભિનંદન........ હીરાલાલ આર.ધાંધા (નખત્રાણા)