ભુજમાં બ્રહ્મક્ષત્રિય યુવક મંડળની સુવર્ણ જયતીની ઉજવણી : વિવિધ કાર્યક્રમ યોજાયા
તારીખ :07/06/2014
તાજેતરમાં બ્રહ્મક્ષત્રિય યુવક મંડળને 50 વર્ષ પૂર્ણ થતાં સંસ્થાની સુવર્ણ જયંતી વર્ષ તરીકે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયો હતાં.
કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમના પ્રમુખ હરિરામભાઈ મચ્છર તેમજ અતિથિવિશેષ દેવજીભાઈ ખુડખુડિયા તથા યુવક મંડળ, જ્ઞાતિ પંચાયત, મહિલા મંડળ, યુવા સંઘના હોદેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયું હતું.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારોએ સ્વાગત ગીત, ભ્રૂણહત્યા સંબધી એકપાત્રીય અભિનય, દેશભકિત ગીત, કચ્છ ગ્રામ્ય દર્શન રજૂ કરતો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.
બપોર બાદ કચ્છ મુંબઈ અને અલગ અલગ સ્થળોથી આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈના અશોકભાઈ નિર્મલ, જ્ઞાતિ પ્રમુખ લાલજીભાઈ શનિશ્ચરા, મંડળના પ્રમુખ ભવાનજી મચ્છર, મહિલા મંડળ પ્રમુખ વીનાબેન લિયા, યુવા સંઘના નીતિન છાંટબાર, જયંત મચ્છર, કિશોર લિયા, માંડવી મહિલા મંડળ પ્રમુખ વર્ષાબેન ખુડખુડીયા, નખત્રાણા છન્ના સમાજના મુરજીભાઇ છાંટબાર અને નખત્રાણા મંડળના ધીરજ છાંટબાર તથા વ્રજ ગજકંધ અને અન્ય મહાનુભાવોનું હારારોપણ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના માજી પ્રમુખ લાલજી ખુડખુડીયા, નરભેરામ મચ્છર અને કાર્યકર કાન્તિલાલ મચ્છરનું પણ શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
માસ્ટર ડીગ્રી સાથે ઉતીર્ણ થયેલા છાત્રોનું પણ બહુમાન કરાયું હતું જેમાં એકવીસ વિધાથીર્ઓનો સમાવેશ થતો હતો. યુસીજીમાં પાસ થયેલા પરેશ મચ્છર તથા સાહિત્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વ્રજ ગજકંધ નું મોમેન્ટો અને શાલથી જ્ઞાતિના અગ્રણી કિર્તીભાઈ ખત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ-2014ની વિજેતા ટીમ ભુજ, કેરા તથા મુંબઈ ખાતે કચ્છી ટીમ વિજયી થતાં ટ્રોફી વડે સન્માન કરવામાં આવ્યું હતું.
મંડળના મંત્રી વેલજીભાઈ મચ્છર, ઉપપ્રમુખ શાંતિલાલ મચ્છરની યાદીમાં જણાવ્યા મુજબ 12 અને 13ના વર્ષમાં ધો. 1 થી કોલેજ કક્ષાએ ઉતીર્ણ થયેલા વિધાથીર્ઓનું સરસ્વતિ સન્માન કરાયું હતું.
શ્રી બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ – ભુજ દ્વારા સુવર્ણ જયંતી વર્ષ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી વધારે ફોટો માટે
અહી ક્લિક કરો.