ભુજ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ
તારીખ :10/10/2013
ભુજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચાયત દ્વારા શ્રી હિંગલાજ વારાય માતાજીની પુન પ્રતિષ્ઠામહોત્સવ તા:૩૧-૦૮-૨૦૧૩ થી તા:૨-૯-૨૦૧૩ સુધી યોજવામાં આવેલ જેમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ગણપતિ પૂજન વાસ્તુપૂજન, ચંડીપાઠ વિગેરે ધાર્મિક કાર્યક્ર્મો મંદિર ખાતે યોજવામાં આવેલ.
બીજા દિવસે નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભુજ તેમજ બહારથી પધારેલ જ્ઞાતિજનોએ ભાગ લીધેલ જ્ઞાતિની બાલિકાઓ કળશ સામે તેમજ જ્ઞાતિની યુવાનો બાઈક ટુ-વ્હીલર સાથે જોડાયેલ શણગારેલ બે ઊંટ ગાડીઓમાં વિવિધ વેશભૂષામાં જ્ઞાતિનાં બાળકોએ ભાગ લીધેલ બેન્ડ પાર્ટી અને શણગાર ગાડીમાં હવન વિગેરે ધાર્મિક વિધિમાં ભાગ લેનાર ૪ યુગલો માતાજીના મદિરથી મૂર્તિ સાથે ભાગ લીધેલ માતાજીની મૂર્તિઓને હમીસર
તળાવે જ્લાધિવાસ વિધિ કરી વાજતે ગાજતે નગર યાત્રા પરેશ્વર ચોક દરબાર ગઢ ડાડા બજારેથી નવા બંધાયેલા મંદિરે પહોચી હતી. તે બાદ મૂર્તિ જલાધિવાસ સંપન્ન અભિષેક વિગેરે ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ રાત્રે ગરબા – દાંડીયારાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
તા.૨-૯-૨-૧૩ નાં રોજ શ્રીમતી હેમલતાબેન ગોર પ્રમુખ ભુજ નગરપાલિકા, જનાર્દનભાઈ દવે, આશાપુરા મંદિર ભુજ, રાજુભાઈ જોશી , ભગવતી ધામ ભુજની ઉપસ્થિતિમાં પુન મૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપિત દેવોને હવન પુર્ણાહુતી હોમ વિગેરે ધાર્મિક કાર્યક્રમો શુ જનકરાય દવે મુખ્ય આચાર્ય પડે યોજવામાં આવેલ તેમજ મંદિર મંદિર બાંધકામ કાર્યમાં સહયોગ ઉલ્લેખનીય યોગદાન આપનાર તમામનું શાલ ઓઢાડી કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં જ્ઞાતિ પંચાયત નાં હોદેદારોનું પણ સન્માન કરાયેલ. કાર્યક્રમનું સંચાલન સુધીર પુરુષોતમ સોનેજીએ કરેલ. સ્વાગત પ્રવચન ટ્રસ્ટી ખજાનચી ભવાનજી મચ્છરે કરેલું. મંદિર બાંધકામની વિગતે મંત્રી કચ્છી કુંદનલાલ ટાટારિયાએ આપેલ હતી. આભારવિધિ ટ્રસ્ટી સહમંત્રી વેલજીભાઈ મચ્છરે કરેલ હતી.
ત્રણ દિવસના ધાર્મિક વિધિમાં કિશોર લીયા, બકુલેશ લીયા, અનિલ ભેડા અને સંદીપ શનિશ્ચરાએ સજોડે ભાગ લીધેલ. રાત્રે કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વસ્તી ગણતરીની વેબસાઈટનું સુભારંભ રવિલાલ ગાંગજી છાટબાર ડુમરાવાળાનાં વરદહસ્તે કરાયેલ .વેબસાઈટ તૈયાર કરવામાં મહત્વનો યોગદાન આપનારા કિરણ રવિલાલ છાટબાર દ્વારા અપાયેલ તેમનું શાલ ઓઢાડી સન્માન કરાયેલ . વેબસાઈટની કામગીરી સાથે સંકળાયેલ ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા, ગાંધીધામ વિગેરે ગામોના કાર્યકરો હાજર રહેલા હતા.
રાત્રે મહાઆરતીનો ચડાવડો કરવામાં આવતા સૌથી વધુ આંક આપનાર કાન્તિલાલભાઈ રામવાણ નલિયાઓ નુતન મંદિરે યોજાયેલ પ્રથમ સંગીતમય મહાઆરતી કરેલ હતી. મહાઆરતીનાં કાર્યક્રમનું સંચાલન તુષાર મચ્છરે કરી હતી. સંગીતમય મહાઆરતીમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાઆરતી બાદ રાત્રે કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો. કાર્યક્રમ સફળ બનાવવા જ્ઞાતિના યુવાનો અને મહિલાઓ જહેમત ઉઠાવેલ હતી.