શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય માકપટ (છન્ના) નવયુવક મંડળ દ્વારા આયોજીત ચતૃઁથ સ્નેહમિલન

તારીખ :05/11/2014
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય માકપટ (છન્ના) નવયુવક મંડળ દ્વારા ચતૃઁથ સ્નેહમિલનનું આયોજન તારિખઃ ૨૭/૧૦/૨૦૧૪ નાં રોજ નખત્રાણા મુકામે નવયુવક મંડળનાં પ્રમુખ ઘીરજલાલ ભાણજીભાઇ છાટબાર અને માકપટ(છન્ના) સમાજનાં પ્રમુખ મૂળજીભાઈ હીરજીભાઈ છાટબાર નાં અઘ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતું. દીપ પ્રાગટ્ય બાલિકાઓનાં હસ્તે કરવામાં આવેલ. બાલિકાઓ દ્વારા ગણેશસ્તૃતિ અને રાસગરબાનાં કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવેલ હતું.
    શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય માકપટ(છન્ના)સમાજનાં ટ્રસ્ટી હીરાલાલ રાઘવજી ઘાંઘા એ નવા વષૅની શુભેચ્છા પાઠવી હતી અને મંતવ્યો રજુ કરવામાં આવેલ. આ પ્રસંગે કચ્છયુનિવસિઁટી દ્વારા લેવાયેલ ટી.વાય.બી.એ. ની પરિક્ષામાં બીજોક્રમાંક મેળવ્યા બદલ કુ.બીનાબેન ઘીરજલાલ ટાટારીયાનુ સન્માન કરવામાં આવેલ હતું.
    આ સ્નેહમિલન પ્રંસગે એક મીંનીટ અને સામાન્ય જ્ઞાન હરીફાઇ યોજવામાં આવેલ અને પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમાંક મેળવેલ વિજેતાઓને ઇનામો આપવામાં આવેલ. સ્વ.શ્રી વિસનજીભાઇ રવજીભાઇ મચ્છરનાં સ્મરણાર્થૅ તેમનાં સુપુત્ર શ્રી શૈલેષભાઇ વિસનજીભાઇ મચ્છરનાં હસ્તે જ્ઞાતિનાં સર્વે વિદ્યાર્થીઓને બોલપેનનું વિતરણ કરવામાં આવેલ હતું.
    સ્નેહમિલના પ્રંસગે શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય માકપટ(છન્ના) મહિલા મંડળની નવરચના કરવામાં આવેલ જેમાં પ્રમુખ પદે ક્રિષ્નાબેન લહેરીભાઇ ટાટારીયા, ઉપપ્રમુખ પદે તૃપ્તિબેન બટુકભાઇ ટાટારીયા, ખજાનજી પદે ચંદ્રિકાબેન હીરાલાલ ઘાંઘા, મંત્રી પદે લતાબેન દીપકભાઇ છાટબાર, સહમંત્રી પદે ભારતીબેન બિપીનભાઇ રાજાવાઢા ની નિયુક્તિ કરવામાં આવેલ.
    સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાન્ત ઉમંરશી ટાટારીયાએ કરેલ હતુ. જ્ઞાતિજનોએ સમુહ ભોજન લીઘું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નવયુવક મંડળનાં ઉપપ્રમુખ દીપકભાઇ મૂળજીભાઇ છાટબાર, મંત્રી પારસ જેન્તિલાલ ટાટારીયા તેમજ સર્વે કાર્યક્રરોએ સેવા આપી હતી. વિનય હીરાલાલ ઘાંઘાએ આભારવિઘિ કરી કાર્યક્રમનું સમાપન કરેલ હતું.
Our Parivar Want to Say Something