ખનખોરે માટે
(૧) ખાંડ કિલો – ૨, (૨) સાટા કિલો – ૨, (૩) ટોપરા નંગ – ૪, (૪) શ્રીફળ નંગ – ૧, (૫)
પૂડા નંગ – ૬ જેમાં [૧] ૨૫૦ ગ્રામ સાકર, [૨] ૫૦ ગ્રામ ગુલાલ, [૩] ૧૦૦ ગ્રામ સોપારી
(કાચી), [૪] ૧૦ ગ્રામ એલચી, [૫] ૧૦ ગ્રામ લવીંગ, [૬] ૫૦ ગ્રામ દ્રાક્ષ.
સગપણ માટે
(૧) સાટા કિલો – ૨, (૨) ખાંડ કિલો – ૨, (૩) શ્રીફળ નંગ - ૧, (૪) મીઠાઈ ૫૦૦ ગ્રામ, (૫)
ચાંદલા ડબી નંગ – ૨, (૬) કંકુ ડબી નંગ – ૨, (૭) બંગડી લાલ નંગ – ૧૨, (૮) બંગડી લીલી
નંગ – ૧૨, (૯) રૂપિયો ૧નો સિક્કો.
લગ્ન લખાવવા માટે
(૧) પછેડી નંગ – ૧(વરરાજાના પિતા માટે), (૨) સોપારી નંગ – ૨, (૩) હળદર બે સાંખી – ૧,
(૪) શ્રીફળ નંગ – ૧, (૫) ખોભા નાડુ (૬) અબીલ, (૭) ગુલાલ, (૮) અખિયાણું (કાચી ખીચડી)
કિલો ૧, (૯) મીઠાઈ ૫૦૦ ગ્રામ (કન્યા માટે), (૧૦) દક્ષિણા (રોકડ).
માંડવા મુહૂર્ત માટે
(૧) માણેક સ્તંભ રોપવો, (૨) નાના સાતર, (૩) મોટા સાતર, (૪) જશરાજની પૂજા, (૫) ઘડી ભરવી,
(૬) ચક વધવો.
પડરાની પેટી માટે
(૧) ઘરચોળું, બ્લાઉઝ, ચણીયો, (૨) સાડી-૩, બ્લાઉઝ-૨, ચણીયા-૨, (૩) દાગીના : પગનીઝાંઝર,
નાકની સરી, હાથના લાલ રંગના ચુડા, ખીરોલ, વેણું, ચેન, કાન બૂટી, (૪) પડરાની પેટીમાં
ઉપર મુજબના કપડા-દાગીના સાથે લોબાન-ખોભા નાડો, સિંદુરની પડીકી અને ખીરોલ વેણો, પછેડી
નંગ ૧, ઘરચોળા માટે, ફૂલના બે હાર, હાથવળા માટે રૂમાલ ૧, કંઢી માટે નાળીયેર તથા મગફળી(ભુતળા)
તથા અન્ય મંદિરો માટે નાળીયેર અને મગફળી, એક શાલ, નાનાંતરો યથાશક્તિ મુજબ, અખીયાણો
ખીચડી દાળ ૫ કિલો,મગફળી ૪ કિલો, (૫) વરરાજાનેપોંખવા સમયે : જરોરમાં રૂ. ૫/- રોકડા,
ઘીનો કળશિયો, કન્યા પક્ષના ગોરનો લાગો રૂ. ૨૧/-, (૬) વર પક્ષવાળાએ કન્યાપક્ષવાળાને
ફળાહાર આપવા અને દૂધ, જરોર તથા પોખણા.
સૌજન્ય : શ્રી હિંગલાજ ગરબી મંડળ, માંડવી - કચ્છ