Our Parivar Want to Say Something

  • આપણી પોતીકી વેબસાઈટ જોઈ ખુબ જ આનંદની લાગણી સાથે સમય સાથે કદમ મિલાવતાનો આનંદ મળ્યો... મુખ પૃષ્ઠ એકદમ સુંદર અને સરસ રીતે ડીઝાઇન કરેલ છે. આપણી જ્ઞાતિનાં ઈતિહાસની જાણકારી અહી પ્રસ્તુત કરી છે જે અભિનંદનને પાત્ર છે. સાથે સાથે ૧૮ વર્ષ બાદ આપણા કચ્છ ક્ષેત્ર પૂરતા માહિતી એકત્ર કરી ને ઓનલાઈન આપનો પરિચયની માહિતી વિગતે આપવામાં આવી છે એના માટે આપીએ તેટલા અભિનંદન ઓછા પડે. આ ભગીરથ કાર્ય કરવા બદલ શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર ને હાર્દિક અભિનંદન.

    કિશોર લીયા (ભુજ)

  • આજના ઈ-યુગ સાથે આપણી જ્ઞાતિ એ કદમ સાથે કદમ મિલાવીને આ યુગની સાથે ચાલવા ની શરૂઆત કરી ચુકી છે આ વેબસાઈટ થી આપણો સમાજ વધુ ને વધુ નજીક આવશે ......ખુબ ખુબ ધન્યવાદ

    મનીષ લીયા (માંડવી)

  • શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવારની વેબસાઈટ લોચીંગ કરવા બદલ હું સુખદેવ મચ્છર આપશ્રીને તેમજ આપની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આજનું યુગ કોમ્યુટર યુગ થઇ ગયું છે આવા કોમ્યુટર યુગમાં આપણું સમાજ જોડાયું જેઠી અનહદ ખુશી થઇ. આપની વેબસાઈટની ડીઝાઇન, આપણું ઈતિહાસ, આપણા સમાજના રીત રીવાજો, આપણા સમાજના પ્રોગ્રામના ફોટો, આપણા સમાજની જાહેરાતો જે બધું અમારી કલ્પનાથી પણ અતિ સુંદર બનાવેલ છે.

    સુખદેવ મચ્છર (ભુજ)

  • સવૅ જ્ઞાતિજનોને મારા જય હિંગલાજ...... આજના આધુનિક યુગમાં ઇનટરનેટ એક અનિવાયૅ જરૂરિયાત છે. આ જરૂરિયાત સાથે આપણી જ્ઞાતિએ કદમ મિલાયો જેથી ખુબ ગવૅની લાગણી થાય છે. આ વેબસાઇટ થકી આપણી જ્ઞાતિવિશેની જરૂરી માહિતી એક કલિક કરતા મેળવી શકાય છે અને જ્ઞાતિ સાથેનો જોડાણ વધુ મજબુત બને છે. આ વેબસાઇટ બનાવનાર અને મદદ કરનાર સવૅ કાયૅકરોને ખુબ ખુબ અભિનંદન...

    હીરાલાલ આર.ધાંધા (નખત્રાણા)

Latest News